તપાસ:પાટણના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડી આચરતાં ડીસાના ચાર વેપારી સામે ફરિયાદ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1 કરોડની રકમ ચુકવવી ન પડે તે માટે જીએસ ટી વાળા ખોટા ઇ બિલ બનાવી અપલોડ કર્યો માલ પણ ન મોકલ્યો
  • પાટણ શહેર બી ડિવિઝન પોલીસે​​​​​​​ ફરિયાદ ​​​​​​​નોધી તપાસ હાથ ધરી

ડીસાના શખ્સોએ પાટણના વેપારી સાથે એક કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરતા આ મામલે પાટણના વેપારીએ ડીસાના ચાર શખ્સો સામે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જીઆઈડીસી ખાતે તેલ મિલના માલિકો પાટણના વેપારી સાથે અવાર નવાર ખાદ્યતેલની ખરીદી સહિતનો વેપાર કરતા હતા. પાટણ ખાતે રહેતા જયેશકુમાર કીર્તિલાલ મોદી પાટણ ખાતે સદરામ એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ નામની 7 પેઢી ધરાવે છે. તેઓ વર્ષ 2017 થી જીઆઈડીસી ખાતે આવેલા એન.પી ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી સાથે તેલના ખરીદ વેચાણનો ધંધો કરતા હતા. બન્ને એકબીજા પાસે માલ મગાવતા અને નાણાકીય લેવડ દેવડ કરતા હતા. જો કે એન.પી ઇન્ડસ્ટ્રીઝ ડીસાના ભાગીદારોએ તેમની પાસેથી વર્ષ 2019-20 અને વર્ષ 2021-22 દરમિયાન માલ મંગાવેલ તે પેટે જયેશકુમાર મોદી ને 1,84,10,548 રૂપિયા બાકી લેવામાં નીકળતા હતા.

જેથી જયેશકુમાર મોદીએ આ રૂપિયા જરૂર હોય પરત માંગતા તેઓ અવાર નવાર બહાના બતાવતા હતા અને તેમ છતાં જયેશકુમાર મોદી વારંવાર ઉઘરાણી કરતા આ શખ્સોએ જયેશભાઇને કહેલ કે બધો હિસાબ થઈ ગયો છે. અમારે તમને એક ફૂટી કોડી આપવાની નથી. જેથી જયેશભાઇ કાયદેસર કાગળ કરવા માટે હિસાબ તપાસતા ફોર્મ નંબર2a અને 2b માં જયેશકુમાર મોદીના નામેં દસ લાખ ઉપરાંત જી જી એસ ટી ક્રેડિટ આવતી હોઈ આ બાબતે ઉંડી તપાસ કરતાં આ આરોપીઓ એ તેમના નામે તા. 9 ફેબ્રુઆરી 2022 થી તા. 17 ફેબ્રુઆરી 2022 સુધી માં પેઢીના નામે જીએસ ટી વાળા ઇ બિલ માલ મોકલ્યા સિવાય ખોટા બિલ બનાવી અપલોડ કરેલા મળી આવ્યાં હતાં. જેથી જયેશકુમાર મોદીને આપવાની થતી એક કરોડ ઉપરાંતની રકમ ના ચૂકવવી પડે તે માટે છેતરપિંડી આચરી હતી.

આ બાબતે જયેશકુમાર મોદીએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અશોકભાઈ રસિકભાઈ કાનૂડવાળા (રહે, ચન્દ્રલોક સોસાયટી, ડીમ્પલ સિનેમા પાસે, ડીસા), ભરતભાઈ કેશવલાલ કાનૂડાવાળા (રહે, યોગેશ્વર પાર્ક, કોલેજ રોડ, ડીસા), પિંન્કેશભાઈ અશોકકુમાર કાનૂડાવાળા (રહે, ચન્દ્રલોક સોસાયટી, ડીમ્પલ સિનામા પાસે, ડીસા) અને નિલેશભાઈ ભરતભાઇ કાનૂડાવાળા (રહે, યોગેશ્વર પાર્ક, કોલેજ રોડ, ડીસા) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાત પોલીસે આ ચારેય ઈસમો વિરુદ્ધ કલમ 406, 420, 465, 467, 468 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...