મગફળીની આવક શરૂ:ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસું મગફળીનો પ્રારંભ : પ્રથમ દિવસે 200 બોરી આવક

ડીસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ મણ મગફળીનો ભાવ રૂ.1401 રૂપિયા નોંધાયો

ડીસા માર્કેટયાર્ડમાં ગુરૂવારથી ચોમાસું મગફળીની આવક શરૂ થઇ હતી. પ્રથમ દિવસે 200 બોરીની આવક નોંધાઇ હતી. જેની સામે પ્રતિ મણ (20 કિલો) મગફળીનો ભાવ 1,401 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

સામાન્ય રીતે પ્રતિ 20 કિલોએ 1100 થી 1200 રૂપિયા મગફળીનો ભાવ રહેતો હોય છે. પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ગુરૂવારથી ચોમાસુ મગફળીની આવક શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે જ 20 કિલોએ 1,401 ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ભારે વરસાદના કારણે પાક પાણીમાં ગરકાવ થઇ જતા મોટું નુકસાન વેઠવું પડ્યું હતું તેના કારણે મગફળીનો પાક પણ ઓછો થયો છે પરંતુ હવે સારા ભાવ મળતા ખેડૂતો નુકસાનમાંથી રાહત અનુભવી રહ્યા છે. વેપારી રમેશભાઇ ટાંકએ જણાવ્યું હતું કે, ‘ચાલુ વર્ષે મગફળીની માંગની સામે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે તેના કારણે ભાવ ટોચે પહોંચ્યા છે. આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાની શકયતા છે.’

અન્ય સમાચારો પણ છે...