લમ્પી વાઈરસનો વધતો જતો કહેર:ડીસામાં લમ્પી વાયરસથી પશુઓના મોતનો આંક 100ને પાર; જિલ્લામાં ડીસા તાલુકામાં લમ્પી વાયરસની સૌથી વધુ અસર

ડીસા22 દિવસ પહેલા

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ડીસામાં સૌથી વધુ લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી લમ્પી વાયરસને કારણે પશુઓના મોતની સંખ્યામાં સતત વધારો થતાં મોતનો આંક 100ને પાર પહોંચ્યો છે, જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે.

મોતનો આંક 100ને પાર પહોંચ્યો
​​​​​​​છેલ્લા એક મહિનાથી લમ્પી વાયરસના કારણે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. લમ્પી વાયરસના કારણે પશુઓના મોતની સંખ્યામાં હજુ પણ ઘટાડો થયો નથી. બનાસકાંઠા જિલ્લા પશુપાલન અને બનાસ ડેરીની ટીમો સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ લમ્પી વાયરસની અસર ઓછી થતી નથી. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે અને અત્યાર સુધી ડીસા તાલુકામાં પશુઓના મોતનો આંકડો સરકારી આંકડામાં 100ને પાર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં પશુઓના કુલ મોતનો આંકડો 744 જેટલો છે. જેને લઇને પશુપાલકો સતત ચિંતિત છે. હવે તો રખડતા પશુઓમાં પણ લમ્પી વાયરસની સૌથી વધુ અસર જોવા મળતાં જીવદયા પ્રેમીઓ પણ ચિંતાતુર બન્યા છે અને જલ્દી લમ્પી વાયરસની અસર ઓછી થાય તે માટે આયુર્વેદિક ઉપાય અને દવાની સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...