કારોબારી બેઠક યોજાઇ:ક્ષત્રિય સમાજને કુરિવાજો,વ્યસનોથી દૂર રહી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા હાકલ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌ ગુજરાતની કારોબારી બેઠક યોજાઇ

અખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌ દિલ્હી ગુજરાત પ્રદેશની વિસ્તૃત કારોબારીની બેઠક રવિવારે રાજપૂત ભવન સેક્ટર ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલા (ડીસા) ના પ્રમુખ સ્થાને યોજાઇ હતી. જેમા ક્ષત્રિય સમાજે કુરિવાજો અને વ્યસનોથી દૂર રહી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા હાકલ કરાઈ હતી.

અખિલ ભારતીય ક્ષત્રિય મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલા, મધુર ડેરી ગાંધીનગરના ચેરમેન ડૉ.શંકરસિંહ રાણા, રાષ્ટ્રીય સંયોજક કાળુસિંહ રાઠોડ, મંત્રી ચંદ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ ભવન ગાંધીનગરના પ્રમુખ વિક્રમસિંહ ગોલ, મહાકાલ સેના ગાંધીનગર પ્રમુખ ક્રિપાલસિંહ ચાવડા તેમજ સંજયસિંહ સહિતના આગેવાનો અને યુવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કનુભાઈ ‌ત્રિવેદી દ્વારા મહેમાનોને કુમકુમ તિલક તેમજ સાફો બાંધી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી ક્ષત્રિય સમાજના રીત રિવાજ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની બેઠકમાં આગેવાનોએ ક્ષત્રિય સમાજને કુરિવાજો અને વ્યસનોથી દૂર રહી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે અપિલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...