નજીવી બાબતે જીવલેણ હુમલો:ડીસામાં પાર્લર આગળ ઉભા રહેવા બાબતે બોલાચાલી, ચાર શખ્સોએ પાઇપના ફટકા મારતા યુવક લોહીલુહાણ

ડીસા8 દિવસ પહેલા
  • પાર્લર આગળ લગાવેલા બોર્ડ પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી
  • ચાર શખ્સો સામે ડીસા સિટી ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ડીસામાં જલારામ મંદિર પાસે પાર્લર આગળ લગાવેલા બોર્ડ પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી થતા યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાર્લર માલિક સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા લોહી લુહાણ થયેલ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પાર્લરના માલિક સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો
ડીસામાં રિજમેટ વિસ્તારમાં રહેતો આકાશ ઠાકોર નામનો યુવક સેન્ટીંગનું મજૂરી કામ કરી કરે છે અને તે મજૂરીકામના પૈસા લેવા માટે શેઠની રાહ જોઇને જલારામ મંદિર પાસે આવેલા રામદેવ પાર્લર આગળ લગાવેલા રામદેવ ટ્રાવેલ્સ બોર્ડ પાસે ઉભો હતો. તે સમયે રામદેવ પાર્લરના માલિક અજય રાજપૂતે તેને બોર્ડ પાસેથી દૂર ઊભું રહેવા જણાવ્યું હતું અને ઊભા રહેવાની વાતચીત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે ઉશ્કેરાયેલા અજય રાજપૂત સહિત ચાર શખ્સોએ પાઇપ પડે આકાશ પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગમાં અને પગના ભાગે પાઇપના ફટકા વાગતા યુવક લોહી લુહાણ થઈ નીચે પટકાયો હતો.

ડીસા સિટી ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ઘટનાને પગલે આકાશના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત આકાશે હુમલો કરનાર ચાર શખ્સો સામે ડીસા સિટી ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...