અનોખો પ્રચાર:ડીસામાં ભાજપે સાયકલ રેલી યોજી મત માગ્યા; 200થી વધુ સાયકલ સવારો જોડાયા હતા

ડીસા15 દિવસ પહેલા

ડીસામાં ભાજપ દ્વારા મોડી સાંજે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભાજપે સાયકલ દ્વારા અનોખો પ્રચાર કરી લોકો પાસે મત માગ્યા હતા. વિવિધ સોસાયટીઓમાં ફરી ભાજપનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાયકલ રેલી ડીસા શહેરના માર્ગો પર ફરતા લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું

સોસાયટીઓમાં ફરી ભાજપનો ચૂંટણી પ્રચાર
આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો અને હવે ડીસામાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે ભાજપે આજે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ દ્વારા આજે મોડી સાંજે સાઇકલ રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં 200થી વધુ સાયકલ સવારો જોડાયા હતા. ડીજે સાથે નીકળેલી આ સાયકલ રેલી ડીસા શહેરના માર્ગો પર ફરતા લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને ભાજપે કરેલા વિકાસ કાર્યોને બતાવી ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી. આ સાયકલ રેલી ડીસાના મુખ્ય માર્ગો સહિત વિવિધ સોસાયટીઓમાં ફરી ભાજપનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...