ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતા માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં માવજી દેસાઈને જીતાડવા માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે વેપારીઓ, મહેતાજી, તોલાટ, હમાલ તેમજ મજૂરોની બેઠક યોજાઈ હતી. જેમાં માવજીને જીતાડવા માટે તમામે એક સુરે સંકલ્પ કર્યો હતો.
માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન હોલ ખાતે બેઠક
ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ગત ચૂંટણીમાં માત્ર નજીવા માર્જિનથી હારેલા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજી દેસાઈ આ વખતે ફરીથી ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતા. જો કે ભાજપે માવજી દેસાઈની જગ્યાએ ભગવાન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં મહેનત કરતા માવજીને ટિકિટ ન મળતા તેઓએ ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેના સમર્થનમાં ડીસા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન હોલ ખાતે આજે વિશાળ બેઠક યોજાઈ હતી.
જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી
આ બેઠકમાં ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ મહેતાજીઓ તોલાટ હમાલ અને મજૂર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ તન-મન ધનથી મહેનત કરી માવજીને જીતાડવા સંકલ્પ કર્યો હતો. માવજી દેસાઈએ પણ તમામ લોકોને ધંધા રોજગારમાંથી સમય કાઢી ધાનેરા ખાતે પ્રચાર કાર્યમાં જોડાઈ જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.