ચૂંટણીનો અનોખો પ્રચાર:ડીસાના ગામડાઓમાં ભાજપનું રાત્રી અભિયાન; વડીલોને પગે લાગી વોટ આપવાની અપીલ કરી

ડીસા6 દિવસ પહેલા

જેમ જેમ મતદાનનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ ઉમેદવારોમાં ચૂંટણી પ્રચાર વધારે વેગવંતુ વનતુ જાય છે. ત્યારે ડીસાના ગામડાઓમાં ભાજપના ઉમેદવારે રાત્રી અભિયાન શરૂ કર્યું છે અને વડીલોને પગે લાગી વોટ આપવા માટે અપીલ કરી રહ્યાં છે.

ભાજપને વોટ આપી જીતાડવા કાર્યકર્તાઓની અપીલ
ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપનું પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. હવે ભાજપના આગેવાનો દ્વારા ગામડાઓમાં રાત્રી સભાઓ તેમજ ડોર ટુ ડોર મોડી રાત સુધી પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગામડાઓમાં વડીલોને પગે લાગી ભાજપના કાર્યકર્તાઓ વોટ આપવા માટે અપીલ કરી રહ્યાં છે. 27 વર્ષથી ભાજપ દ્વારા લોકોની પાયાની સમસ્યાઓ વીજળી, રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસના કામો કર્યા છે. ત્યારે આ વિકાસને હજુ પણ વેગવંતો રાખવા માટે ભાજપને વોટ આપી જીતાડવા માટે કાર્યકર્તાઓએ અપીલ કરી હતી

અન્ય સમાચારો પણ છે...