ભાજપનો ચૂંટણી પ્રચાર બુલેટ ગતિએ:ડીસામાં ભાજપના ચૂંટણી કાર્યકરોની બેઠક યોજાઇ; કેન્દ્ર નિરીક્ષક બી.એલ. સંતોષે કાર્યકરો સાથે ચૂંટમીલક્ષી વાતચિત કરી

ડીસા9 દિવસ પહેલા

ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કાર્ય તેજ થઈ ગયું છે. જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક બી.એલ. સંતોષ દ્વારા આજે ડીસા ખાતે ભાજપના ચૂંટણી કાર્યકરોની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા
ભાજપના કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક બી.એલ. સંતોષ દ્વારા ડીસા ખાતે સ્પાર્કલિંગ હોટલમાં ભાજપના સંગઠનના તમામ પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખો સાથે મેરેથોન બેઠક યોજી હતી. ડીસા વિધાનસભામાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન થાય તેમજ કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓ દરેક લોકોના મન સુધી પહોંચે તે પ્રકારે સૂચનાઓ આપી હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા મહામંત્રી ડાયા પીલીયાતર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...