ડીસામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણ માળીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં નારાજ ઠાકોર સમાજને મનાવી ભાજપને જંગી બહુમતીથી જીતાડશે તેમ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતુ.
તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યાં
ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ડીસાના પશુ બજાર પાસે આવેલા એલ.એચ. કોમ્પ્લેક્સમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા પ્રભારી સુરેશ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
નારાજ ઠાકોર સમાજને મનાવી લેવાશે: જુગલજી ઠાકોર
આ પ્રસંગે તમામ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બને તે માટે અને ડીસા બેઠક જંગી બહુમતીથી જીતે તે માટે કાર્યકરોને મહેનત કરવા જણાવ્યું હતુ. આ પ્રસંગે ડીસા વિધાનસભામાં ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારો અંગે ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને અનેક જગ્યાએ ટિકિટો આપી છે. ક્યાંક સમીકરણ ગોઠવાયું ના હોય તો ટિકિટ આપી નથી. પરંતુ ઠાકોર સમાજ ભાજપ સાથે જ છે અને અમે અમારા નારાજ ઉમેદવારોને મનાવી લઈશું. તેમજ સમગ્ર ઠાકોર સમાજ ભાજપ તરફી જ મતદાન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.