ગામને સ્વચ્છ-સુંદર બનાવવાની બાંહેધરી:ડીસામાં પિન્ક સીટી આગળ ભાજપ ઉમેદવારની સભા યોજાઈ; 10થી વધુ સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યાં

ડીસા16 દિવસ પહેલા

ડીસા રાણપુર રોડ પર આવેલી પિંક સીટી આગળ ભાજપના ઉમેદવારની મોડી રાત્રે સભા યોજાઇ હતી. જેમાં આજુબાજુની 10થી વધુ સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારે જીત્યા બાદ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની બાંહેધરી આપી હતી.

ડીસા શહેરનો વિકાસ અવિરત ચાલુ રહેશે
ઉમેદવારી પત્રો ભરાયા બાદ હવે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર વેગીલો બની રહ્યો છે. જેમાં ડીસા રાણપુર રોડ પર આવેલી પિન્ક સિટી આગળ ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની જાહેર સભા યોજાઈ હતી. મોડી રાત્રે યોજાયેલી આ સભામાં આજુબાજુની 10થી પણ વધુ સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ઉમેદવાર પ્રવીણ માળીએ અગાઉ તેઓ ડીસા નગરપાલિકા પ્રમુખ બન્યા તે સમયે કરેલા શહેરના વિકાસના કામોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ પણ તેમના થકી ડીસા શહેરનો વિકાસ અવિરત ચાલુ રહેશે, તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની બાહેંધરી આપી હતી

અન્ય સમાચારો પણ છે...