અકસ્માત:ડીસામાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા, બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં એલિવેટેડ બ્રિજ પર બાઈક પર જતા દંપતિને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પતિ-પત્નીને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે ડીસા પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની વિગત એવી છે કે ડીસામાં રહેતા રવિન્દ્રસિંહ શિવસિંહ પોતાના બાઈક પર પત્નીને પિયર મુકવા માટે પાલનપુર તરફ જઇ રહ્યા હતા. તેઓ ડીસાના એલિવેટેડ બ્રિજ પરથી પસાર થઇ રહ્યાં હતા. તે સમયે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે બાઈક અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બંને જણા રોડ પર નીચે પટકાયા લોહીલુહાણ થઈ ગયા હતા. જેમાં રવિન્દ્રસિંહના પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે રવીન્દ્રસિંહને પણ ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડીસા પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...