2 દિવસમાં 2 અકસ્માત:ડીસાના ભાચરવા પાસે બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઈજા; યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં બે દિવસમાં બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે ડીસાના બાઈવાડા ગામ પાસે બાઇક સ્લીપ થતાં અકસ્માત બાદ આજે બુધવારે ભચારવા પાસે પણ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઈક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો
ડીસામાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં ડીસાથી ભાચરવા તરફ જઇ રહેલા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. ભાચારવા પાસે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયો
બનાવ અંગે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...