ગમખ્વાર અકસ્માત:ડીસાના બાઈવાડા પાસે બાઈક સ્લિપ ખાતા અકસ્માત, ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડાયો

ડીસા3 મહિનો પહેલા

ડીસા તાલુકાના બાઈવાડા ગામ પાસે બાઇક સ્લિપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ડીસા થી બાઈવાડા તરફ જઇ રહેલા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઈવાડા પાસે અચાનક બાઈક સ્લીપ ખાતા અકસ્માત થયો હતો. બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોએ ઇજાગ્રસ્ત યુવકને રોડ પર જોતા તાત્કાલિક મારુતિ કારમાં લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...