વર્ષો જૂની અનેક સમસ્યાઓનો અંત:ડીસાના ભોંયણ ગામે એક સાથે 10 વિકાસ કામોનું ખાતમુહૂર્ત; ગટર લાઈન, પાણીની પરબ, ચબૂતરો, શૌચાલય સહીતના કામો હાથ ધર્યા

ડીસા2 મહિનો પહેલા

ડીસા તાલુકાના ભોયણ ગામે એકસાથે 10 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગામમાં પ્રથમવાર એક સાથે 10 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોની વર્ષો જૂની અનેક સમસ્યાઓનો અંત આવશે.

ડીસા તાલુકાના ભોંયણ ગામના લોકો અનેક સમસ્યાઓથી છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા હતા, ત્યારે આજે એક સાથે 10 જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગામમાં ગટર લાઈન, પાણીની પરબ, ચબૂતરો, શાળામાં શૌચાલય સ્મશાનમાં વરંડા સહિત 10 જેટલા વિકાસ કામોનું આજે એક જ દિવસે ખાતમુહૂર્ત કર્યું હતું. ગામના સરપંચ મહેન્દ્રભાઈ અનાવાડિયા, ડેપ્યુટી સરપંચ કાળુભાઈ દેસાઈ અને તલાટી જીગરભાઈ દેસાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભોંયણ ગામમાં ગટર લાઈન સહિતની સુવિધાઓમાં વધારો થતાં ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે તેમ સરપંચે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...