કોરોનાની મહામારીના કારણે પાલનપુર-ગાંધીધામ લોકલ અને ઇન્ટરસિટી ટ્રેન સેવા બંધ છે. જેને ફરીથી ચાલુ કરવા માંગ ઉઠી રહી છે. પાલનપુર-ગાંધીધામ લાઇન પર લોકલ ટ્રેનો બંધ છે. જેને લઇ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરથી ગાંધીધામ વચ્ચે આવતા નાના મોટા અનેક રેલ્વે સ્ટેશનો લોકલ ટ્રેનો બંધ થતા મુસાફરોની અવરજવર ઘટતા રેલ્વે સ્ટેશનો પર કાગડા ઉડી રહ્યા છે. અત્યારે માત્ર સ્પેશ્યલ ટ્રેન ચાલી રહી છે પરંતુ લોકલ ટ્રેન ચાલતી નથી.
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રમાં રજૂઆત કરવા માટે લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા હોવા છતાં રેલ્વેની અનેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે.ત્યારે રેલવે તંત્ર દ્વારા કોરોના કાળથી બંધ રહેલી લોકલ અને ઇન્ટરસિટી ટ્રેનો શરૂ કરવા લોક લાગણી ઊભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીલડીથી પાટણને જોડતી બ્રોડગેજ રેલ્વે લાઇન પણ તૈયાર થઇ જતા પાટણ આવતી લોકલ ડેમો સહિત અન્ય ટ્રેનોને પણ ભીલડી સુધી લંબાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.
નબળી નેતાગીરીને કારણે સુવિધાથી વંચિત
પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં નબળી નેતાગીરીને કારણે પ્રજાજનો અનેક સુવિધાઓથી વંચિત છે. જેમાં રેલવે દ્વારા ટૂંકા અંતરની લોકલ ટ્રેનોનો લાભ પણ પ્રજાજનોને મળતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.