બનાસકાંઠામાં સૌપ્રથમવાર ડીસા ખાતે ઇવી ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. ડીસામાં ધારાસભ્ય પ્રવિણ માળીના હસ્તે ઇવી ચાર્જિંગ સ્ટેશનનો શુભારંભ કરાવ્યો હતો.
ટેકનોલોજીના સમયમાં ઝડપથી લોકોની જરૂરિયાતના સાધનોમાં પરિવર્તન આવી રહ્યો છે. તેમાંય ઇંધણની બાબતમાં તો હવે દેશ અને દુનિયા માત્ર પેટ્રોલ ડીઝલ પર નિર્ભર ના રહેતા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે પણ સૌ પ્રથમ ઈવી ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી. બનાસપુલ પાસે આવેલા બહુચર પેટ્રોલિયમ ખાતે ધારાસભ્ય પ્રવિણ માળીના હસ્તે ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, સરકારે આગામી સમયમાં દર 4 કિલોમીટર એક ઇવી સ્ટેશન ઊભું કરવાનું આયોજન કર્યું છે. ત્યારે લોકોએ ફોસીવ ઓઇલનો ઉપયોગ ઓછો કરે અને કાર્બન ઉત્સર્જન ઓછો કરી દેશના હિતમાં અને પર્યાવરણના ફાયદા માટે ઇલેક્ટ્રીક વાહનોનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.