ડીસામાં રખડતા ઢોર મામલે હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નગરપાલિકાની રજૂઆતને પગલે નાયબ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 12 થી વધુ સ્થળોએ જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ડીસાના રખડતા ઢોરની સમસ્યાને લઈ અનેક લોકો ઇજાગ્રસ્ત થવા ઉપરાંત મોતને પણ ભેટ્યા છે. જે બાબતે અવાર નવાર જાગૃત નાગરિકો દ્વારા ડીસા નગરપાલિકા, નાયબ કલેક્ટરને લેખિત અને મૌખિક રજુઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ ગંભીર સમસ્યા મામલે પાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં ના આવતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા પરંતુ તાજેતરમાં માથાના દુખાવા સમાન આ સમસ્યાના નિવારણ માટે ડીસા નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા ડીસા નાયબ કલેક્ટરને પત્ર લખીને આ સમસ્યાના નિવારણ માટે રજુઆત કરી હતી. ત્યારે આ ગંભીર સમસ્યાના નિવારણ માટે નાયબ કલેક્ટર એચ એન પંચાલ દ્વારા ફોજદારી કાર્યવાહી અધિનિયમન 1973 ની કલમ 144 અન્યવે ડીસાના શહેરી વિસ્તારમાં ખુલ્લામાં ઘાસચારો વેચતા રખડતા ઢોરના કારણે ટ્રાફિક અને અકસ્માતના પ્રશ્નો ઉભા થાય છે. જેથી કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે તે માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘાસચારો વેચવા માટે તારીખ 1 માર્ચ થી 30 એપ્રિલ 2023 સુધી જાહેરનામું બહાર પાડી ઘાસચારો વેચવા માટે પ્રતિબન્ધ ફરમાવવામાં આવ્યો છે.
ક્યા-ક્યા વિસ્તારમાં ઘાસચારો વેચવા અને નાખવા પર પ્રતિબન્ધ
(૧)સ્પોર્ટસ કલબ થી શિવનગર રામપીર ના મંદિર સુધી ,
(૨)અંબિકચોક રોડ થી લાયન્સ હોલ સુધી
(૩)એસ સી ડબ્લ્યુ હાઈસ્કૂલ થી અંબિકચોક સુધી
(૪)જુના બસસ્ટેન્ડ થી ગાયત્રી મંદિર સુધી
(૫)દિપક હોટલ થી જી જી વિદ્યા સંકુલ
(૬)રેલવેસ્ટેશન થી એપીએમસી સુધી
(૭)ત્રણ હનુમાન મંદિર થી ઈન્દિરાનગર સુધી
(૮)રામપીર ના મંદિર થી પિંક સીટી સુધી
(૯)લાઠી બજાર વિસ્તાર
(૧૦) સરદાર બાગ થી રેલવે સ્ટેશન સુધી
(૧૧)રિશાલા ચોક
(૧૨) રાજમદિર થી રિલાયન્સ પેટ્રોલ પમ્પ થી હાઇવે ની સર્વિસ રોડ બન્ને સાઈડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.