ડીસાના રાણપુર આથમણાવાસમાં રહેતા વિક્રમભાઈ રમેશભાઈ સાંખલા (માળી) ખેતી કરે છે તેમજ જેમની જમીન સર્વે નંબર 794 વાળી આવેલ છે. જેમાં બુધવારના રોજ વિક્રમભાઈ માળી પોતાના ખેતરે હતા અને પશુઓ માટે ઘાસચારો લેતા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા પ્રકાશ ગોવાજી સાંખલા અને મનીષ ગોવાજી સાંખલાએ ત્યાં આવેલા અને વિક્રમભાઈને કહ્યુ હતુ કે તે પાણીની પાઇપ રસ્તામાં કેમ નાખી છે તે કાઢી લે અહીંથી તારે પાણી લઈ જવું નહિ તેમ કહી અપશબ્દો બોલતા હતાં.
જેથી વિક્રમભાઈએ કહ્યું હતુ કે હું પાઇપ થોડા દિવસ પછી કાઢી લઇશ તમે ઝઘડો કરશો નહિ તેમ કહેતા આ બન્ને એકદમ આવેશમાં આવી ગયેલા અને પથ્થર મારી પાણીની પાઇપ તોડી અને ઉખાડી નાખી હતી. આથી વિક્રમભાઈ પત્નીએ પણ ઝઘડો ના કરવા કહેતા આ બંનેએ ઉશ્કેરાઈ જઇને વિક્રમભાઈ અને તેમની પત્નીને માર મારી ઢોર બાંધવાના છાપરા તોડી નાખ્યાં હતા.
જો કે વધુ મારની બીકથી વિક્રમભાઈ તેમના ખેતરમાં જતા રહ્યાં હતાં તે દરમિયાન આ બન્ને શખસોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રકાશ ગોવાજી સાંખલા અને મનિષ ગોવાજી સાંખલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.