ડીસાની રાણપુર ઉગમણાવાસ પ્રાથમિક શાળામાં આજે બાળકોએ ભણતરની સાથે સાથે ગણતરના પણ પાઠ શીખ્યા હતા. બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ પર્યાવરણ ટ્રાફિકના નિયમો 108 એમ્બ્યુલન્સ પાનની સેવા સહિત જીવન ઉપયોગી બાબતો ને પ્રદર્શની અને અભિનય દ્વારા રજુ કર્યા હતા.
ડીસાની રાણપુર ઉગમણવાસ પ્રાથમિક શાળા ખાતે આજે બાળ મેળાનું આયોજન કરાયું હતું. આમ તો શાળામાં બાળકોને જીવન જરૂરી બાબતોનો અભ્યાસ બહુ જ ઓછો કરવામાં આવે છે. પરંતુ રાણપુર ઉગમણાવાસ પ્રાથમિક શાળામાં આજે બાળકોને 108 એમ્બ્યુલન્સ વાનની કામગીરીની માહિતી, પર્યાવરણ,સંસ્કૃતિ, ટ્રાફિકના નિયમો, વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય, વૃક્ષારોપણ, સ્વચ્છતા, ફાયર સેફ્ટી તેમજ પુસ્તકોનું જીવનમાં કેટલું મહત્વ છે તે વિશે સમજણ આપવામાં આવી હતી.
બાળકોએ પણ બાળમેળામાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તો ખેડૂતો અનાજ કઈ રીતે પકવે છે, તેમજ ખેતીના ઓજારો અંગે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. બાળકોએ પણ દેશના આઝાદીના ઘડવૈયા અને મહાન લોકો નો અભિનય કરી તેમના જીવન મૂલ્યો અંગે જ્ઞાન પીરસવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.