બંધ મકાનનાં તાળાં તૂટ્યાં:ડીસા પાસે ભાટસણ ગામે તસ્કરો સોનાના દાગીના સહિત અંદાજે રૂ. 5.75 લાખની ચોરી કરી ફરાર

ડીસા24 દિવસ પહેલા
  • તિજોરીનું તાળું તોડી સોનાની ત્રણ તોલાની ચેન, પાંચ તોલાનો સોનાનો હાર અને રોકડની ચોરી

ડીસાના ભાટસણ ગામે આવેલા ગેનાજી ગોળીયા ગામના વતનીના મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત અંદાજિત 5.75 લાખના મુદ્દા માલની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાઇ છે.

કુલ 5.75 લાખ રૂપિયાના માલ મત્તાની ચોરી કરી ફરાર
ડીસામાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ અગાઉ ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાંથી ચોરી થયા બાદ આજે સોમવારે ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે રહેતા કિર્તીભાઈ માળી ભાટસણ ગામે મેડિકલનો વ્યવસાય ચલાવે છે. જેઓ શનિ-રવિ રજા હોવાથી ગેનાજી ગોળિયા ગામે આવ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેમના ભાટસણ ગામે આવેલા બંધ મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ્યા હતા. તેમજ તિજોરીનું તાળું તોડી સોનાની ત્રણ તોલાની ચેન, પાંચ તોલાનો સોનાનો હાર અને રોકડ સહિત કુલ 5.75 લાખ રૂપિયાના માલ મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. આ બનાવ અંગે મકાન માલિકે જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...