ઋણ સ્વીકાર કાર્યક્રમ:ડીસાના આસેડા ગામે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

ડીસાએક મહિનો પહેલા

બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી મોતીજી ઠાકોરનો ભવ્ય વિજય થતા તેઓએ ડીસા તાલુકામાં આવતા કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના ગામોના લોકોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો.

ડીસા તાલુકાના 18 જેટલા ગામો કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. ત્યારે કાંકરેજ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી મોતીજી ઠાકોરનો ભવ્યતિ ભવ્ય વિજય થતા તેઓએ ડીસા તાલુકાના સાવિયાણા ગામે જોગણી માતાના મંદિરે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાંકરેજ વિધાનસભામાં આવતા ડીસા તાલુકાના 18 ગામોના લોકોને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી તેઓએ આપેલા સાથ અને સહકાર બદલ આ વિસ્તારના ગામોનો વિકાસ કરવાની બાહેધરી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આપી હતી. આ ઉપરાંત આ તમામ ગામોના લોકો કોઈપણ કામ માટે અમૃતજી ઠાકોર નો સીધો સંપર્ક કરી શકશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...