ભાસ્કર વિશેષ:પાણીના તળ નીચે જતાં ખેડૂતો ખેત તલાવડી તરફ વળ્યાં

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના થેરવાડા અને જાવલ ગામે ખેડૂતોએ શરૂઆત કરી

છેલ્લાં પાંચ વર્ષથી અપુરતા વરસાદના કારણે પાણીના તળ સતત નીચે જઈ રહ્યાં છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતોને પાણીના અભાવે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ડીસા પંથકના ખેડૂતો વહી જતાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેતતલાવડી બનાવવા તરફ વળ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચે જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અનેકવાર ખેડુતો દ્વારા પાણી આપવાની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. ડીસા તાલુકાના શેરપુરા ગામના પ્રગતિશીલ ખેડુત અને શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી છે. જેને લઈને બારોબાર પોતાના ખેતરમાં ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ કરી ખેતી કરી રહ્યા છે.

શેરપુરા ગામના શિક્ષિત ખેડુત અણદાભાઈ જાટની પ્રેરણાથી ડીસાના થેરવાડા ગામના ખેડુત રમેશભાઈ ચૌધરી અને જાવલ ગામના ભીખાભાઈ પટેલ દ્વારા પણ પોતાના ખેતરમાં ખેત તલાવડી તૈયાર કરવામાં આવી રહી છે. જેની મુલાકાત અણદાભાઈ જાટ દ્વારા લેવામાં આવી હતી અને થેરવાડા ગામના ખેડુત રમેશભાઈ ચૌધરી અને જાવલ ગામના ભીખાભાઇ પટેલ સુંદર મજાની ખેત તલાવડી બનાવી રહ્યા છે. તે બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને દરેક ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં આવી રીતે ખેત તલાવડી બનાવતા થઈ જાય તો આપણી ધરતી ફરી હરિયાળી બની જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ડીસા તાલુકામા પાણી માટે આ પ્રકારે લોકોમાં આવેલી જાગૃતિ જોઈને ખેડૂત મિત્રો ઉપર ગર્વ થાય તેવી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે-સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાની મુલાકાત દરમિયાન ખેતરમાં ખેત તલાવડી સાથે ચેકડેમ બનાવી પાણીનો સંગ્રહ કરવા માટે આહવાન સાથે અપીલ કરવામાં આવી છે જેના ભાગરૂપે બનાસ ડેરી દ્વારા પણ અનેક ગ્રામિણ વિસ્તારોમાં જળસંચય યોજના અંતગર્ત તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષિત ખેડુત અણદાભાઈ જાટ દ્વારા ગુજરાતના ખેડુતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે સરકારની સાથે-સાથે ખેડુતો દ્વારા જાગૃતિ લાવી દરેક ખેડુતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી પાણી સંગ્રહ કરવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...