ડીસામાં 'આપ'ની ટીમ એક્શન મોડમાં:10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરતાં જ 'આપે' તૈયારીઓના શ્રીગણેશ કર્યા, બેઠક યોજી સમસ્યાઓનો ઉકેલ લાવવા બાંહેધરી આપી

ડીસા14 દિવસ પહેલા
  • આપે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં
  • ડીસામાં આપના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ, પાયાની સમસ્યાઓનો ઉકેલ લાવવા બાંહેધરી આપી

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 10 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરતા જ બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીસામાં આપના કાર્યાલય ખાતે બેઠક યોજી આપના ઉમેદવાર વિજેતા બનશે તો લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી.

આપના હોદ્દેદારોએ કાર્યાલય ખાતે બેઠક યોજી
આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182 બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. બનાસકાંઠાની દિયોદર બેઠક સહિત કુલ 10 બેઠકો પર ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત બનાસકાંઠાના ડીસામાં પણ આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીસામાં આપના હોદ્દેદારોએ કાર્યાલય ખાતે બેઠક યોજી નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત કરી હતી. તેમજ આવનારી ચૂંટણીમાં આપના ઉમેદવારો વિજેતા બનશે તો લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.

પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી
આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે ડીસા સહિત બનાસકાંઠાની નવો બેઠકો પર આમ આદમી પાર્ટી પાયાના કાર્યકર્તા અને લોકોમાં દિલમાં રહેતા અને જાતિવાદથી મુક્ત કાર્યકર્તાને ઉમેદવાર તરીકે ઉભા રાખશે. તેમજ જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બેરોજગારોને રોજગારી, 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિત લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...