રાસ ગરબાની રમઝટ:ડીસાના મારુતિપાર્કમાં ગણેશમહોત્સવના અંતિમ દિવસે અન્નકૂટ ધરાયો; ગૌમાતાને લમ્પી વાયરસથી બચાવવા પ્રાથના

ડીસા20 દિવસ પહેલા

ડીસાના મારુતિ પાકમાં આ વર્ષે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. 7 દિવસ સુધી ભોજન, પ્રસાદ, મહા આરતી તેમજ અંતિમ દિવસે અન્નકૂટ અને ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી. અને જિલ્લામાં ગૌમાતા લમ્પી વાયરસના કહેરમાંથી મુક્ત તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી હતી.

કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ વર્ષે તમામ તહેવારો લોકો મન ભરીને ઉજવી રહ્યા છે. ડીસાની મારુતિ પાર્ક સોસાયટીમાં પણ આ વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થયું હતું. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ લાવી 7 દિવસ રોજ મહા આરતી અને ભોજન પ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 7 દિવસ બાદ ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે ગણપતિ દાદાને 56 પ્રકારના ભોગ અર્પણ કર્યો હતો. અને મોડી રાત સુધી ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની રમઝટ માણી હતી. મારુતિ પાક યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ અલગ અલગ આયોજન કરતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. આયોજક રોનકભાઈ જોશી અને હિતેશભાઈ મોઢે જણાવ્યું હતું કે, અમે ગણપતિ મહોત્સવમાં 7 દિવસ સુધી મહા આરતી, ભોજન પ્રસાદ, અન્નકૂટ અને રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મારુતિ પાર્કના તમામ લોકોએ ભાગ લઈ મજા માણી હતી. સાથે સાથે આ વર્ષે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌમાતા લમ્પી વાયરસથી પીડાઈ રહી છે. ત્યારે ગાય માતા તેમાંથી મુક્ત થાય તેવી વિઘ્નહર્તાની પ્રાર્થના કરી હતી

અન્ય સમાચારો પણ છે...