ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આંગણવાડી કેન્દ્રનું મકાન ઘણા સમયથી એકદમ જર્જરીત થયેલું છે. નવિન કેન્દ્ર બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે પરંતુ ડીમોલેશનની અરજી થયા વગર નવિન કેન્દ્ર બની શકે નહી તેમ તાલુકા પંચાયતના સૂત્રો જણાવી રહ્યાં છે.
થેરવાડા ગામે આવેલી આંગણવાડીનું મકાન ખૂબ જ જૂનું અને જર્જરીત થઈ ગયું છે. મકાનની દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ત્યારે આ આંગણવાડીમાં બેસતા બાળકોના માથે મોત ઝઝુમી રહ્યું હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ગ્રામજનોએ અવાર-નવાર આંગણવાડીનું મકાન નવું બનાવવા રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી ડીસા તાલુકા પંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
થેરવાડા ગામની આંગણવાડીમાં મકાન જર્જરિત હોવાથી આંગણવાડી કાર્યકર અને તેગડાગર બહેનો પણ અહીં બેસતા ખચકાય છે. મકાન પડું પડું થઇ રહ્યું હોવાથી મમતા દિવસ સહિતની કામગીરી પણ થઇ શકતી નથી અને બાળકોને હાલમાં ખુલ્લામાં બેસાડવા પડે તેવી સ્થિતિ છે.
જેથી આંગણવાડી કાર્યકર બહેનોએ પણ આ મકાન નવું બને તે માટે વિનંતી કરી છે. આ અંગે થેરવાડાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પંચાયત દ્વારા પહેલા આંગણવાડી ડિમોલિશન કરવાની અરજી કરો ત્યારબાદ જ આંગણવાડી કેન્દ્રનું મકાન નવું બનશે. તસવીર- બાબુદેસાઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.