સતત 7 દિવસથી હડતાળ યથાવત:ડીસામાં આંગણવાડી કાર્યકર બહેનોએ મામલતદાર કચેરીનો ઘેરાવો કર્યો; સરકારને સદબુદ્ધિ આવે તે હેતુથી રામધૂન બોલાવી

ડીસા17 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર બેઠા છે. જેમાં આજે કાર્યકર બહેનોએ ડીસા મામલતદાર કચેરીનો ઘેરાવ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી. જ્યાં સુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બહેનોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો
બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો-તેડાગર બહેનો 14 જેટલી માંગણીઓને લઈને હડતાલ પર છે અને છેલ્લા એક અઠવાડિયાથી તેમની હડતાલ જારી છે. આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, પ્રાથમિક શાળાઓ સાથે રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, તેમજ ખાનગીકરણ બંધ કરવા સહિત 14 જેટલી માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. જિલ્લામાં 5 હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ પર છે. જેમાં આજે ડીસામાં પણ 200થી વધુ આંગણવાડી કાર્યકર હતો અને સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી પ્રાર્થના કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...