આંગણવાડી બહેનો ગાંધી ચીંધ્યા માર્ગે:ડીસામાં આંગણવાડી બહેનો 3 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર; ખાનગીકરણ બંધ કરવા સહિત 14 માંગણીઓ માટે ધરણાં યોજ્યા

ડીસા20 દિવસ પહેલા

ડીસામાં છેલ્લા 3 દિવસથી આગણવાડી કાર્યકરો અને તેડાઘર બહેનો વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર બેઠા છે. અને જ્યાંસુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે. અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચીમકી ઉચારી હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો - તેડાઘર બહેનોની હડતાલ ત્રીજા દિવસે પણ જારી છે. આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, પ્રાથમિક શાળાઓ સાથે રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, તેમજ ખાનગીકરણ બંધ કરવા સહિત 14 જેટલી માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી ડીસામાં 800થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ પર બેઠા છે. જ્યાંસુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે મામલતદાર કચેરી આગળ કાર્યકરો ધરણાં પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને તે અંગે રીટાબેન ઠક્કર અને મધુબેન કાપડિએ જણાવ્યું હતું કે, સરકાર અમને જે પગાર આપે છે તેમાં અમારુ ઘર ચાલતું નથી. એટલે જ્યાં સુધી સરકાર અમને સરકારી કર્મચારી તરીકે દરજ્જો નહીં આપે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...