ત્રણ દિવસમાં અકસ્માતની ત્રીજી ઘટના:ડીસામાં રીક્ષાચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો; ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ખસેડાયો

ડીસા3 મહિનો પહેલા

ડીસામાં મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એલિવેટેડ બ્રિજ પાસે અચાનક રીક્ષા ડિવાઈડર પર ચડીને પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.

રીક્ષાચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ગત મોડી રાતે વધુ એક અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચી છે. ભોંયણ તરફથી એક ડીસા તરફ આવી રહેલા રીક્ષાચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી રીક્ષાચાલકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...