સદનસીબે મોટી જાનહાની ટળી:ડીસામાં જલારામ મંદિર પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

ડીસા19 દિવસ પહેલા

ડીસા શહેરમાં નવા બસ સ્ટેશન આગળ જ બસનો ઓવરટેક કરવા જતા કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ અકસ્માતને પગલે એક કલાક સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઈડમાંથી પસાર થતા વાહન ચાલકોના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા શહેરમાં જલારામ મંદિર પાસે સર્જાયો હતો. જેમાં બસની રોંગ સાઇડમાંથી ઓવરટેક કરવા જતાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મારુતિ કારને ડ્રાઇવર સાઈડમાં ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ મારુતિ કારને મોટું નુકસાન થયું હતું. અકસ્માતના કારણે બસના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...