બટાકાના તોલમાં જઈ રહેલા મજૂરોને અકસ્માત નડ્યો:ડીસાના રાણપુર પાસે રોંગ સાઈડમાં અચાનક ટ્રેક્ટર આવી જતા અકસ્માત; 10 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા-રાણપુર રોડ પર આજે વહેલી સવારે મજૂરો ભરીને બટાકાના તોલમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. અચાનક સામે રોંગ સાઈડમાં ટ્રેક્ટર આવી જતા જીપડાલાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ખેતરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 જેટલા મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

અત્યારે બટાકા નિકાળવાની સિઝન ચાલી રહી છે. ત્યારે ડીસાથી મજૂરો ભરીને એક જીવડાલું રાણપુર તરફ જઈ રહ્યું હતું. તે સમયે અચાનક સામે રોંગ સાઈડમાં ટ્રેક્ટર આવી જતા જીપડાલાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મજૂરો ભરેલી ગાડી ખેતરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં જીપડાલામાં બેઠેલા મહિલાઓ અને યુવતીઓ સહિત 10 જેટલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢ્યા હતા. જ્યારે આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...