હિટ એન્ડ રનની ઘટના:ડીસામાં ઇકો ગાડીને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત; ઇજાગ્રસ્ત ચાર મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ડીસા19 દિવસ પહેલા

ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇકો ગાડીમાં બેઠેલા ચાર મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસામાં આખોલ ચાર રસ્તા ધાનેરા તરફથી આવી રહેલી ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકો ગાડીમાં બેઠેલા ડ્રાઇવર સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના વાહન ચાલકો અને લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત અમીરાભાઈ ભૂરાભાઈ મેઘવાળ( 56 ગામ પુરાવા), કિશનભાઈ બાબુભાઇ ભરથરી(35 રાણપુર), પેથાભાઈ હુડાભાઈ સોલંકી (60 ટેટોડા) અને કરશનભાઇ વાલાભાઈ ચૌધરી( 27 ટેટોડા) સહિત ચાર મુસાફરોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...