ડીસા તાલુકાના શેરપુરામાં આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી પ્રક્ષાચક્ષુ સાધુ લખીરામ ગૌશાળાની ગાયો માટે સેવા આપતા હતા. શનિવારે 108 વર્ષની ઉંમરે લખીરામ મહારાજનો સ્વર્ગવાસ થયો હતો. તેમની અંતિમયાત્રાને પાલખીમાં લઇ જતા ગૌશાળામાં રહેલી ગાયો પણ સાધુ લખીરામ નારણદાસ મહારાજને જોવા માટે હિલોળે ચડી હતી.
ડીસા તાલુકાના શેરપુરામાં આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી ગૌશાળામાં રહેલી ગાયોની સારસંભાળ રાખનાર સાધુ લખીરામ નારણદાસ મહારાજ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં શેરપુરા ગૌશાળા ખાતે ગાયોની સેવા કરતા હતા. સૌપ્રથમ સાધુ લખીરામ નારણદાસ મહારાજ દુધરેજ, જાત, કોટડા, યાવરપુરા, ગૂગલ તે બાદ શેરપુરા ખાતે આવેલ ગૌશાળામાં બે હજાર ગાયોનું પાલનપોષણ કરી સેવા કરતા હતા.
શનિવારે 108 વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસ થયા છે. સાધુ લખીરામ નારણદાસ મહારાજ સ્વર્ગવાસ થતા તમામ ગૌશાળાના સંતો શેરપુરા ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. સ્વર્ગવાસ થયેલ સાધુ લખીરામ નારણદાસ મહારાજની અંતિમયાત્રા પાલખીમાં કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.