શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો:જુનાડીસા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમેટ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી

ડીસા18 દિવસ પહેલા
  • યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસેથી આજે યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહ પાસેથી મળી આવેલ આધાર કાર્ડના આધારે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે નાળા પાસેથી પસાર થતા લોકોએ યુવકના મૃતદેહને જોતા લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી વાવ તાલુકાના દેથળી ગામના પ્રતાપ નાઈ નામનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેથી પોલીસે યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...