ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ:ડીસામાં ભારે ઉકળાટ અને બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો, અત્યાર સુધી સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો

ડીસા5 દિવસ પહેલા
  • વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી
  • ડીસામાં અત્યાર સુધી સિઝનનો 55 ટકા વરસાદ નોંધાયો, જિલ્લામાં 63% વરસાદ થયો

ડીસામાં આજે ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે ડીસામાં અત્યાર સુધી સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે.

ડીસામાં સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો
ડીસામાં આજે બપોરના સમયે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ લેતા છેલ્લા ત્રણ દિવસથી લોકો ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા. તે દરમિયાન આજે ગુરૂવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. સતત અડધો કલાક સુધી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના માર્ગો પર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયા હતા. ફરી વરસાદી વાતાવરણ બનતા અને ધોધમાર વરસાદ થતાં ખેતી પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ખુશખુશાલ થયા હતા. ડીસામાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં 63% વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...