રોજગારનો શુભારંભ:દિવાળી બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમ્યા, વેપારીઓએ વજન કાંટાનું પૂજન કર્યું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસા અને પાંથાવાડા માર્કેટયાર્ડ અનાજની બોરીઓથી ઉભરાયું હતું. - Divya Bhaskar
ડીસા અને પાંથાવાડા માર્કેટયાર્ડ અનાજની બોરીઓથી ઉભરાયું હતું.
  • પાંથાવાડા માર્કેટ યાર્ડમાં દિવાળી પછી બે દિવસમાં 63,000 બોરીની આવક

દિવાળીના વેકેશન બાદ સોમવારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં વેપારીઓએ ધંધા-રોજગારનો શુભારંભ કર્યો હતો. સોમવારે સાતમના દિવસે શુભમુહૂર્તમાં વજન કાંટાનું પૂજન કરી ફૂલહાર અર્પણ કરી વેપારીઓ અને ખેડૂતોએ એકબીજાને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવાળીના વેકેશનમાં જિલ્લામાં તમામ માર્કેટયાર્ડની પેઢીઓ 22 થી 30 ઓક્ટોબર સુધી 9 દિવસ દરમિયાન બંધ હતી. ત્યારબાદ સોમવારે દિવાળીના વેકેશન પછી સાતમના દિવસે વેપારીઓએ તેમના ધંધા-રોજગારનો શુભારંભ કર્યો હતો. પેઢીના વેપારીઓએ સાતમના શુભમુહૂર્તમાં વજન કાંટાને કુમકુમથી તિલક કરી ફૂલહાર અર્પણ કરી ખેડૂતો અને વેપારીઓએ એકબીજાનું મોં મીઠું કરાવી ભેચ્છાઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, શુભ શરૂઆતના પ્રથમ દિવસે ખેડૂતોને જણસના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે અને આવા જ ભાવ જળવાઇ રહેશે.

પાંથાવાડા માર્કેટ યાર્ડ મગફળીની બોરીઓથી ઉભરાઈ ગયું છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 20 કિલો દીઠ 200 રૂપિયા જેટલો ખેડૂતોને વધારે ભાવ મળી રહ્યો છે. પાંથાવાડા તેમજ રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે.આ બાજુની મગફળી સારી થતી હોવાથી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આ વર્ષે 1200 થી 1400 રૂપિયા સુધીના ભાવ રહ્યા જ્યાં મંગળવારે 35,000 બોરીની આવક નોંધાઈ છે ત્યારે 20 કિલો દીઠ 1200 થી 1335 રૂપિયા સુધીનો મગફળીનો ભાવ રહ્યો હતો.ગયા વર્ષ કરતા સારા ભાવ મળ્યા છે. દિવાળી બાદ ફરીથી માર્કેટયાર્ડ ધમધમતા થયા હતા. ત્યારે બે દિવસમાં 63000 બોલીને આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...