આરોપીને ફરી જેલ હવાલે કરાયો!:ડીસામાં પેરોલ પર છૂટયા બાદ હત્યાના ગુનામાં નાચતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ડીસા3 મહિનો પહેલા

પાલનપુરમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવનાર આરોપી પેરોલ ઉપર છુટ્યા બાદ પરત હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. જે નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલ ફર્લોની ટીમે ડીસામાંથી ઝડપી પાડી ફરી જેલના હવાલે કર્યો છે.

આરોપી
આરોપી

આજીવન કેદનો ફરાર આરોપી ઝડપાયો
જિલ્લાની જુદી-જુદી જેલોમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ આરોપીઓ પરત હાજર થતા નથી અને ફરાર થઈ જાય છે. તેવા આરોપીઓને પકડવા માટે પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ. આર એસ લશ્કરીના માર્ગદર્શન હેઠળ અંતર્ગત ટીમ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે પાલનપુરમાં બનેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવનાર કેદી અમદાવાદની જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ હાજાર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. જે નાસતો ફરતો આરોપી ડીસા હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપી અનીશ કુરેશીને ઝડપી પાડી ફરી જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...