ગરીબો માટે વિતરણ કરાતું અનાજ આર્થિક સધ્ધરતાના ધોરણોમાં આવતા હોય તેવા પરિવારો પણ લેતા હોવાની અનેક રજૂઆતો ડીસા મામલતદારને મળી હતી. જેથી મામલતદારે આર્થિક સદ્ધરતાના ધોરણ જેવા કે, 4 વ્હિલર વાહન, કુટુંબમાં સરકારી નોકરી, કુટુંબમાં પેન્શન ધારક, કોઈ સભ્યની માસિક આવક રૂ.15 હજારથી વધુ, કોઈ સભ્ય ઇન્કમટેક્સ રિટર્ન કે વ્યવસાય વેરો ચૂકવતો હોય, કુટુંબ 5 એકરથી વધુ પિયત જમીન ધરાવતું હોય સહિત આર્થિક સુખાકારી સદ્ધરતા ધરાવતું હોય તેવા લોકોએ પોતાના રેશનકાર્ડ એનએફએસએ યોજનામાંથી કમી કરાવવા મામલતદારે અપીલ કરી છે.
અપીલમાં મામલતદારે જણાવ્યું છે કે જો આમ કરવામાં કાર્ડધારક ચૂક કરશે તો 16 એપ્રિલ પછી તપાસ રૂપે ઝુંબેશ શરૂ કરાશે. જેમાં આવા આર્થિક સુખાકારી ધરાવતા કાર્ડ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ ફોજદારી કાર્યવાહી કરાશે તેમજ તેઓએ પાત્રતા ન ધરાવતા હોવા છતાં લીધેલા અનાજની નાણાંકીય વસુલાત પણ કરાશે. મામલતદારે આ અપીલનો પરિપત્ર સમગ્ર તાલુકાના રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી તેમજ સંબંધિત રેશનીંગની દુકાન ધારાકોને કરી લોકોને જાગૃત કરવા પણ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.