અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને બનાસકાંઠા પોલીસે ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં દબોચી વધુ કાર્યવાહી માટે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.
દિયોદર તાલુકાના ફોરણા ગામનો અને હાલ ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતો વશરામભાઈ ઉર્ફે મનોજભાઈ રાણાભાઈ લાખણીયા (ઠાકોર) સામે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો. પરંતુ તેઓ પોલીસ પકડથી દુર હતાં ત્યારે પાલનપુર પેરોલ સ્કવોર્ડના પીએસઆઈ કે.કે.પાટડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ડીસા વિસ્તારમાં નાસતા ફરતા માણસોની શોધમાં હતાં.
જે દરમિયાન પોલીસે વશરામભાઈ લાખણીયાને ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારમાંથી પકડી પાડી ડીસા શહેર ઉત્તર પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.