પોલીસની બાજ નજર:ડીસાના ભીલડી પાસેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો; પોલીસે પરપ્રાંતીય આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસામાં સતત બીજા દિવસે નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જ્યાં ભીલડી પોલીસ મથકના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા પરપ્રાંતીય આરોપીને પકડી જેલના હવાલે કરવામાં આવ્યો છે.

ડીસા પંથકમાં નાસતા ફરતા આરોપીઓ પર પોલીસ બે દિવસથી તવાઈ બોલાવી રહી છે. ગઈકાલે પણ પાલનપુરમાં હત્યાનો આરોપી પેરોલ ફર્લો પર છૂટ્યા બાદ નાસ્તો ફરતો હતો જેને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારબાદ આજે ભીલડી પોલીસે પણ એક નાસ્તા ફરતા આરોપીને પકડી જેલના હવાલે કર્યો છે. જેમાં ભીલડી પોલીસ મથકમાં પ્રોહિબિશન ના ગુન્હામાં રાજસ્થાનના ધોરીમન્નાનો ધોલારામ વિશ્ર્નોઇ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. જે અંગેની માહિતી મળતાં જ ભીલડી પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ધોલારામ વિશ્ર્નોઈને ઝડપી જેલના હવાલે કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...