આખલાએ મારી ટક્કર!:ડીસાના જુનાડીસા પાસે રસ્તા વચ્ચે આખલો આવી જતા બાઈકનો અકસ્માત, બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ડીસા15 દિવસ પહેલા

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે મોડી રાત્રે રસ્તા વચ્ચે આખલો આવી જતા બાઈક સવાર બે યુવકોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રખડતા પશુઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તે દરમિયાન આજે ડીસા પાટણ હાઇવે પર બાઈક સવાર બે યુવકો જુનાડીસા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા અકસ્માત સજાયો હતો. આખલાને ધડાકાભેર ટકરાતા બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આજુબાજુમાંથી પસાર થતા લોકોએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ બંને યુવકો ડીસા તાલુકાના ધરપરા ગામના હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...