પરિવારમાં માતમ છવાયો:ડીસામાં કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ડીસા24 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. જેમાં આજે કાપરા પાસે ગાડી ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

જિલ્લામાં રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતોમાં અનેક માસુમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અથવા તો ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં માસુમ લોકોની જિંદગી હોમાઈ જાય છે. ડીસા નજીક કાપરા પાસે ગાડી અને બાઈક વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મોટા કાપરા પાસે ગાડી ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માતમાં લાખણી તાલુકાના જાકોલ ગામના દિનેશજી સ્વરૂપજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે લોકો દ્વારા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...