વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ:ડીસામાં ડીવાઇન રોટરી દ્વારા 20 જેટલાં ગરીબ બાળકોને 35 દિવસ વિનામૂલ્યે તાલીમ આપી સર્ટિફિકેટ આપ્યા

ડીસા22 દિવસ પહેલા

ડીસામાં ડિવાઇન રોટરી દ્વારા જરૂરિયાતમંદ ગરીબ બાળકોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં 20 જેટલા ગરીબ પરિવારના બાળકોએ 35 દિવસ સુધી તાલીમ લીધા બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

ડીસામાં ડિવાઇન રોટરી સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો પગભર થાય તે માટે અલગ અલગ કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત આ વખતે 20 જેટલા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને રોજગાર લક્ષી કોમ્પ્યુટરના વર્ગોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 35 દિવસ સુધી વિનામૂલ્ય તાલીમ આપ્યા બાદ બાળકોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આજના ટેકનોલોજીના યુગમાં ગરીબ લોકો પણ પાછળ ન રહી જાય અને રોજગાર લક્ષી તાલીમ મેળવી પગભર બને તે માટે તાલીમ વર્ગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, સંસ્થાના પ્રમુખ ડૉ.બિનલબેન માળી સેક્રેટરી હિનલબેન અગ્રવાલ, સાધ્વી નિર્મલપૂરી માતાજી ,ભવાની કોમ્પ્યુટરના ડાયાભાઈ પ્રોજેક્ટર ચેરમેન વર્ષાબેન પટેલ ફાલ્ગુનીબેન ઠક્કર સાથે કાંતાબેન ડો.અવનીબેન, ધર્મિષ્ઠાબેન અરુણાબેન, અલ્પાબેન કવિતાબેન ,ડો.જીગીશાબેન દીપિકાબેન વગેરે બધી રોટેરીયન બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...