વિધાનસભા ચૂંટણીને લઈને આપની બેઠક:ડીસામાં આપના કાર્યકરો અને હોદેદારોએ ચૂંટણીની તૈયારીઓ મામલે ચર્ચા કરી; બુથ લેવલની કામગીરી કમીટીઓને સોંપી

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદેદ્દારોની અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી સમયમાં આપના જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને પંજાબના ધારાસભ્યના રોડ શો અને ડોર ટુ ડોર પ્રચારના કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હવે ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ડીસામાં આપના ઉમેદવાર ડો.રમેશ પટેલની હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા થઈ હતી. આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને પંજાબના ધારાસભ્યના રોડ શો અને ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ અંગે વાતચીત થઈ હતી. સાથે જ બુથ લેવલની કામગીરી માટે પણ તાલુકા અને શહેરના હોદ્દેદારોની કમિટીને જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...