આંદોલનના સમર્થનમાં આપની રજૂઆત:ડીસામાં ગાયોની સહાય મામલે આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું; ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો

ડીસા10 દિવસ પહેલા

ગૌશાળાઓને રૂ. 500 કરોડની સહાય મામલે ડીસામાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આપના કાર્યકરોએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીની સરકારે તંત્રનો દુરૂપયોગ કર્યો - આપ
ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ગૌ સેવકોના આંદોલનના સમર્થનમાં ઉતરી આવ્યા છે. આપના કાર્યકરોએ ડીસા કલેક્ટર કચેરીએ પહોંચી ગાયો માટે જાહેર કરેલી સહાયની રકમ તાત્કાલિક ચુકવવા માટે રજૂઆત કરી હતી. તેમજ આપના આગેવાનોએ ભાજપ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આજે જ્યારે ગૌસેવકો પોતાની માગણીઓ લઈને સરકાર સામે રજુઆત કરવા નીકળ્યા છે. ત્યારે નફ્ફટ ભારતીય જનતા પાર્ટીની સરકારે તંત્રનો દુરૂપયોગ કર્યો છે અને દેશમાં પ્રથમ વખત સાધુ સંતોની અટકાયત કરી છે.

કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
દેશમાં પહેલી વખત પોલીસ ક્રાઇમને બદલે ગાયોને અટકાવે છે. જે લોકોએ ગાયોના નામે મત મેળવી સરકાર બનાવી હતી, હવે તેમનો અસલી ચહેરો સામે આવી ગયો છે. જો સરકાર હજુ પણ સંચાલકોની વાત નહીં સાંભળે અને તાત્કાલિક સહિત સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન થશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...