AAP એ વિજયની ઉજવણી કરી:દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત થતા ડીસામાં આમ આદમી પાર્ટીએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતા ડીસામાં આપના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જેમાં 250 માંથી 133 સીટ મેળવી આમ આદમી પાર્ટી સત્તા પર આવી છે.

15 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હતું, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ ભાજપના સુપડા સાફ કરી દેતા ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. ડીસામાં જલારામ મંદિર પાસે 'આપ'ના જિલ્લા પ્રમુખ ડો.રમેશ પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડી આતશબાજી કરી આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ અંગે જિલ્લા આપના પ્રમુખ ડૉ.રમેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બી અને સી ગ્રેડ ની પાર્ટી છે અને આમ આદમી પાર્ટી વિકાસના મુદ્દે લડી રહી છે .

અન્ય સમાચારો પણ છે...