અકસ્માતમાં યુવકનું મોત:ડીસાના ભીલડી પાસે ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત; મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડીસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ભીલડી પાસે રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના પાલડી રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માલગાડી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. તે સમયે લાખણીના પેપળુ ગામના 25 વર્ષીય કંથળજી ઠાકોર નામનો યુવક ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે જાણ કરતા ભીલડી પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી. મૃતદેહને પી એમ અર્થે ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. પી એમ કરાવ્યા બાદ મૃતદેહને તેના વાલી વારસોને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...