ગંભીર દુર્ઘટના:જુનાડીસા ગામે ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત; મૃતદેહને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

ડીસા2 મહિનો પહેલા

ડીસા તાલુકાના જુનાડીસા રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

મૃતક
મૃતક

રેલવે લાઈન ક્રોસ કરતા બની દુર્ઘટના
ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની આવી જતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. રાજપુર વિસ્તારમાં રહેતો ગિરીશ રણછોડભાઈ ધર્માણી નામનો યુવક રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનની તેમની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની અડફેટેથી યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આજુબાજુના લોકો અને તેના પરિવારજનો બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા. તેમજ ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...