અકસ્માત:લોરવાડા નજીક કાર પલટી જતાં ફોરણાના યુવકનું મોત

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખલો આવી જતા કારના ચાલકે કાબુ ગુમાવ્યો
  • ​​​​​​​ચારને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા

ડીસા તાલુકાના લોરવાડા પાસે શનિવારે હાઈવે પરથી પસાર થઇ રહેલ કારના વચ્ચે અચાનક આખલો આવી જતા કારના ચાલકે આખલાને બચાવવા જતા કાર પલટી ખાધી હતી. જેમાં કાર નંબર જીજે-02-સીજી-7267 માં સવાર દિયોદર તાલુકાના ફોરણા ગામના ભરતભાઇ રમાભાઈ ચૌધરી (ઉં.વ.27) નું મોત થયું હતું. તેમજ અન્ય ચાર લોકોને ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ફોરણા ગામના યુવક ભરતભાઇ રમાભાઈ ચૌધરીનું મોત થયું હતું તેના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ હતી. તે અંગે તેમના કાકા સુરેશભાઇ રામસીંગભાઇ ચૌધરીએ કાર ચાલક દિનેશભાઇ લવાભાઇ માજીરાણા સામે ગુનો નોંધાવ્યો હતો.

ઈજાગ્રસ્ત
- પ્રવીણભાઈ હીરાભાઈ ઠાકોર
- વિપુલભાઈ દશરથભાઈ નાઈ
- પાયલબેન દિનેશભાઇ નાઈ (રહે.ફોરણા)
- શિલ્પાબેન પેથાભાઈ નાઈ (રહે.કાકર)

અન્ય સમાચારો પણ છે...