ડીસા ચૌધરી સમાજનું અનોખુ આયોજન:માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગ અને જંગલ દર્શન કાર્યક્રમ યોજાયો, 60 જેટલા લોકોએ ભાગ લઈ કુદરતી દ્રશ્યોની મજા માણી

ડીસા16 દિવસ પહેલા

ડીસા શહેરમાં નિવાસ કરતા ચૌધરી સમાજના પરિવારો માટે ડીસા શહેર ચૌધરી સમાજ કારોબારી દ્વારા માઉન્ટ આબુ ખાતે એક દિવસીય ટ્રેકિંગ અને જંગલ દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 60 જેટલા બાળકો,મહિલાઓ અને યુવાનોએ ભાગ લઇ લીલાછમ રમણીય દ્રશ્યોની મજા માણી હતી.

ડીસા ચૌધરી સમાજના દ્વારામાઉન્ટ ટ્રેકિંગ અને જંગલ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ ટ્રૈકિંગનો પ્રારંભ માઉન્ટ આબુ પર્વત ઉપર આવેલા આરણા ગામ કેમ્પથી કરવામાં આવ્યો હતો. આરણા કેમ્પથી ટાઈગર પથ પર પ્રારંભાયેલ આ ટ્રૈકિંગમાં કુલ આઠ કી.મી.નું અંતર કાપવામાં આવ્યું હતું. ટ્રેકિંગ દરમ્યાન ચાર કી.મી.ના અંતરે પારિવારિક ભાવનાને ઉજાગર કરતુ સમૂહમાં વનભોજન રાખવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિઓએ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવેલ સ્વાદિષ્ટ સમૂહ ભોજને ઉદરતૃપ્તીની સાથે સાથે બીજાને ખવડાવીને ખાવું એ લોક સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં હતાં.

કાર્યક્રમના અંતમાં સૌ કોઈએ સાથે મળીને સમૂહ ગરબા, અર્બુદા માતાનાં દર્શન અને માઉન્ટ પરિભ્રમણ કરી શક્તિ- ભક્તિ અને આનંદની અનુભૂતિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડીસા શહેર ચૌધરી સમાજના વર્તમાન પ્રમુખ ભાનુભાઈ પટેલ, ઉપપ્રમુખ આનંદભાઈ ચૌધરી સહિત આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ખુશાલભાઈ પરમાર અને ગૌરવભાઈ ઠક્કરે સાથે રહી ગાઈડ તરીકેની ભૂમિકા નિભાવી હતી. આયોજકો તરફથી ચા- અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટ્રૈકિંગ અને જંગલ દર્શનમાં ૬૦ સભ્યોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...